વલસાડ કેરી માર્કેટ માં નકલી નોટો વટાવતા એક આરોપી ઝડપાયો

New Update
વલસાડ કેરી માર્કેટ માં નકલી નોટો વટાવતા એક આરોપી ઝડપાયો

વલસાડ ખાતે કેરી માર્કેટ માં ઝારખંડ ના વેપારી દ્વારા નકલી નોટ વટાવવા જતા આરોપી વેપારી ની વલસાડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

વલસાડ ના કેરી માર્કેટ ખાતે ઝારખંડ ના વેપારી દ્વારા મુંબઈ થી વલસાડ છેલ્લા 1 મહિના થી કેરી ની ખરીદી કરવા આવે છે જેને લઈને ગતરોજ રાત્રી દરમિયાન આ વેપારી દ્વારા વલસાડ ખાતે ફરી એક વાર કેરી ની ખરીદી માટે વલસાડ આવી પોહચ્યો હતો જેને લઈને કેરી ની ખરીદી કર્યા બાદ સ્થાનિક વેપારી ને ચુકવણું કરવા માટે રોકડ માં વ્યવહાર કરતા સ્થાનિક વેપારી દ્વારા નોટ ચેક કરતા ૨૦૦૦ ના દર ની ૧૪ જેટલી નોટો એક જ સીરીઝની હોય જેને લઈને સ્થાનિક વેપારી દ્વારા વલસાડ પોલીસને જાણ કરવામાં આવી હતી.