વલસાડ : સરીગામની મહીલા સરપંચ 50 હજારની લાંચ લેતા ઝડપાય

New Update
વલસાડ : સરીગામની મહીલા સરપંચ 50 હજારની લાંચ લેતા ઝડપાય

વલસાડના સરીગામ ની મહિલા સરપંચ હંસાબેન શૈલેષભાઈ કોંભિયા રૂપિયા 50 હજાર ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગઇ છે. ફરિયાદીની વડીલોપાર્જિત જમીનમાં બિલ્ડિંગ ના બાંધકામ બાબતે તેમણે લાંચની માંગણી કરી હતી.

વલસાડ ખાતે સરીગામ ના મહિલા સરપંચ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાય છે. ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામપંચાયત ના સરપંચ હંસાબેન શૈલેષભાઈ કોંભિયા સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરિયાદીની વડીલોપાર્જિત જમીનમાં બિલ્ડિંગના બાંધકામ બાબતે અનેક બહાને હેરાન કરી લાંચ માંગતા હતાં. જેથી ફરિયાદીએ વલસાડ એસીબીમાં ફરિયાદ આપી હતી. એસીબીના છટકામાં મહિલા સરપંચ રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. મહિલા સરપંચ અને અન્ય એક વ્યક્તિ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ લાંચિયા સરપંચોમાં ફફડાટ ફેલાયો છે.

Latest Stories