વલસાડ:RMVM સ્કૂલના વિવાદિત ટ્વીટ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વલસાડ SP કચેરીએ થયા હાજર

New Update
વલસાડ:RMVM સ્કૂલના વિવાદિત ટ્વીટ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વલસાડ SP કચેરીએ થયા હાજર

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે વલસાડ એલસીબી સમક્ષ હાજર થયા હતા ..મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ જીગ્નેશ મેવાણી એ વલસાડની જાણીતી આર એમ વી એમ હાઇસ્કુલ ના નામે ચાલતો એક વાયરલ વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો હતો.આથી જીગ્નેશ મેવાણી એ વિડિયો ટ્વિટ સાથે એ પણ લખ્યું હતું કે ક્રૂરતાની હદ એવા શબ્દો વાપર્યા હતા અને ટ્વીટ ને પી એમ ઓ ને પણ મોકલી પી.એમ.ઓ પાસે જવાબ માગ્યા હતો.

જોકે આ વિડિઓ વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલ નો નહીં હોવાથી હાઇસ્કુલએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આથી જીગ્નેશ મેવાણી એ ધરપકડથી બચવા વલસાડની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ વલસાડની કોર્ટે અરજી ફગાવી દેતા તેઓ હાઇકોર્ટ માં ગયા હતા.

જો કે હાઇકોર્ટે જીગ્નેશ મેવાણી ને આજે 11 થી 2 વાગ્યા સુધી માં વલસાડ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો.આથી હાઇકોર્ટના આદેશને પગલે જીગ્નેશ મેવાણી આજે વલસાડ એલસીબી સમક્ષ હાજર થયા હતા.

પોલીસ સમક્ષ હાજર થયા પહેલાં જીગ્નેશ મેવાણી એ મડિયા સાથે ની વાત માં હૈયા વરાળ ઠાલવી હતી અને જણાવ્યું હતું કે બે વર્ષથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો.ત્યારે કોઈ પગલાં નહીં લેવાત્યાં અને હવે તેમના ટ્વીટ બાદ તેમની સાથે કિન્નાખોરી ભર્યુ વર્તન થઇ રહ્યા નું જણાવ્યું હતું સાથે તેઓ એ એ પણ જણાવ્યું હતું કે સ્કૂલ ને કોઈ પણ જાતની ઠેસ પહોંચી હોય તો એક વખત નહીં ૧૭ વખત માફી માગવા ની પણ તેઓ તૈયારી બતાવી હતી. આમ જીગ્નેશ મેવાણી આજે લાંબા સમય સુધી વલસાડ પોલીસ સમક્ષ પોતાનો નિવેદન નોંધાવ્યું હતું. જોકે જીગનેશમેવાણી વલસાડ આવતા તેમના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો પણ જીગ્નેશ મેવાણી ને મળવા માટે પહોંચ્યા હતા.