/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/DSC07307-e1533652339828.jpg)
સંપૂર્ણ સુવિધાથી સજ્જ આંગણવાડીમાં બાળકો માટે રમવાના સાધનો પણ ઉપલબ્ધ કરાવ્યા
વાગરા તાલુકાનાં વિલાયત ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ તથા આદિત્ય બિરલા કોમ્યુનિટી ઈનીસિએટીવ ગ્રામીણ વિકાસ કેન્દ્ર દ્વારા અનેક ગ્રામીણ ઉત્થાન અને લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને સેનિટેશન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જે અંતર્ગત સલાદરા ગામે એક આંગળવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગ્રાસિમ કંપનીનાં સામાજિક ઉત્થાન કેન્દ્ર દ્વારા તેની આસપાસનાં ગામોમાં વિકાસ કામો હાથ ધરવામાં આવે છે. છેલ્લા 5-6 વર્ષથી આ કાર્યક્રોમ થઈ રહ્યા છે. જે અંતર્ગત સલાદરા ગામે નવા આંગણવાડી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બાળકો માટેની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેવી કે, નવા મકાનમાં બાળકો માટેનો મોટો રૂમ, રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય, લાઈટ, પંખા, પાણીની ટાંકી, પાણીના નિકાલ માટેની સુવિધા વગેરે તથા બાળકો માટેનાં રમતનાં સાધનો પણ પુરા પાડવામાં આવ્યા છે.
આ સંપૂર્ણ સુવિધાથી સજ્જ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાગરા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તાલુકાની આ મોડેલ આંગણવાડી બની રહેશે. ગ્રાસિમનાં સહયોગથી વિલાયત અને તેની આસપાસનાં ગામોમાં સક્રિયતાથી કાર્ય કરે છે. આ પ્રસંગે સંકલિત બાળ વિકાસ યોજનાના વાગરાનાં અધિકારી ચન્દ્રિકાબહેન, સલાદરા ગામના સરપંચ નશીમાબાનું, સલાદરા ગ્રામપંચાયતનાં સભ્યો અશોકભાઈ, મહમદભાઈ તથા ગામનાં બાળકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તો સલાદરાનાં ગ્રામજનોએ ગ્રાસિમ કંપની દ્વારા કરવામાં આવેલા આ કામની પ્રસંશા કરી આભર વ્યક્ત કર્યો હતો.