New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/IMG-20190806-WA0036.jpg)
વડોદરાના વાઘોડીયા નગરમાં આવેલી અપના બજાર ગેસ એજન્સીમાં ગેસ બોટલ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગેસ ધારકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. વાઘોડિયા સ્થિત અપના બજાર ગેસ એજન્સીથી લોકો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે.
આજે હિંદુ સમાજના રાંધણ છતનું પવિત્ર પર્વ હોવા છતાં પણ કેટલીક મહીલાઓ પોતાના ઘરના કામકાજ છોડી ગેસ બોટલ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહી ગેસ બોટલ માટે તપસ્યા કરી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગેસના બોટલો માટે પુરૂષો તેમજ મહીલાઓને કાદવ કીચડમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ગેસ બોટલોની પ્રતિક્ષા કરી રહેલા કેટલાક લોકોએ ગેસ એજન્સી પર ભારે રોષ ઠાલવ્યો હતો.