વાલિયામાં રસ્તો અને કિમ નદી પરનો પુલ નહિ બનતા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

0

વાલિયા તાલુકાના ડહેલી ગામની આશરે 7500ની વસ્તી ધરાવતુ ગામ છે.તેમાં મોટા ભાગનાં ખેડૂત છે.તેમને વર્ષોથી એક મોટી સમસ્યા છે, ડહેલી થી કિમ નદી પાર કરી 3 કિમિ જેટલું ભિલોડ ગામને નેત્રંગ વાલિયા રોડ પર જોડતા રસ્તો અને કિમ નદીનો પુલ નહિ બનતા ગ્રામજનો અને ખેડૂતોની વર્ષોની માંગણી નહિ સંતોષાતા આખરે ડહેલી ગામના લોકોએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને લેખિત અરજી કરી છે. અને માંગણી કરી છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ નક્કર પરિણામ નહિ આવે તો અહિંસક આંદોલન કરી ચૂંટણીમાં મતદાન નહિ કરી બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

ડહેલી થી ભિલોડ જવાના માર્ગને મોલાણ વગો કહેવાય છે. ગામનો અડધો ભાગ નદીના કિનારે છે વસ્તી દક્ષિણ બાજુ અને જમીન કિમ નદીને સામેપાર છે. ગામના ખેડૂતો અને ખેતમજૂરોને ચોમાસાની સીઝનમાં અને ત્યારબાદ બે મહિના સુધી નદીમાં પાણીનું વહેણ ચાલતું હોવાથી ખેતરે જવું દોજખ બની ગયુ છે. 1 કિલોમીટર થી પણ ઓછા અંતરે આવેલ ખેતરોએ જવા 8 કિલોમીટર ફરીને જવું પડે છે.

વર્ષોથી ગ્રામજનોની માંગણી છે કિમ નદી પર નવો પુલ અને ડહેલી ગામથી નેત્રંગ વાલિયા ધોરીમાર્ગને ભિલોડ ગામના પાટીએ જોડતો રસ્તો મંજુર કરવામાં આવે તેવી માંગણી કરી છે વહેલી તકે આ સરકાર કઈ નહિ કરેતો ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here