/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/big_464738_1502091191.jpg)
કોંગ્રેસ સામે બાંયો ચઢાવનાર શંકરસિંહ બાપુએ આખરે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ વિધાનસભાના આધ્યક્ષને આપ્યુ હતુ.
પૂર્વ મુખ્યમંત્રી અને કપડવંજનાં ધારાસભ્ય શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યુ હતુ, અને હવે તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ છે. બાપુએ વિધાનસભાનાં અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામુ સોંપ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા રાજીનામુ આપવા માટે પહોંચ્યા ત્યારે તેઓની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.
નોંધવું ઘટે કે અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોઈ પણ રાજકીય પક્ષમાં નહિં જોડાવાની વાત કરી હતી, પરંતુ આજની ઘટના કંઈક અલગજ ઇસારો કરી રહી હોવાનું ફલિત થાય છે, અને બાપુ પરત પોતાના મુળ પરિવારમાં જ પાછા ફરશે તેવી અટકળો પણ વહેતી થઇ છે.