શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ કેનાલ લોકો માટે બની જોખમી

New Update
શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ કેનાલ લોકો માટે બની જોખમી

શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ કેનાલ લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે. આ સપ્તાહમાં જ કેનાલમાં કાર, ટ્રેકટર અને ત્યાર બાદ ગુરૂવારે ઉંડારા ગામ પાસે એક છકડો ખાબકવાની ઘટના બની હતી. જો કે છકડા ચાલક તરીને બહાર આવતા આબાદ બચી જવા પામ્યો હતો.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં પાનમડેમની કેનાલ ચારી, ઉંડારા સહિતના ગામોમાંથી પસાર થાય છે.અને કેનાલની આજુબાજુ અનેક ગામોને જોડતા રસ્તાઓ આવેલા છે. આ કેનાલના રસ્તા પરથી અનેક વાહનો આવ જાવ કરતા હોય છે. ત્યારે ગઈકાલે આ જ રસ્તા પર એક છકડા ચાલકે કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકયો હતો. અને જો કે છકડા ચાલક તરીને બહાર આવી જતા તેઁનો જીવ બચી ગયો હતો. આ પહેલા શહેરાના ચારી પાસેની પાનમ કેનાલમાં ટ્રેક્ટર ખાબકયુ હતુ. તેમાં પણ ટ્રેક્ટરના ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. આનાથી પહેલા આ કેનાલમાં કાર ખાબકતા એક નું મોત નીપજ્યુ હતું. ત્યારે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પસાર થતી કેનાલની આજુબાજુમાં સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય છે. તેવી લોકોને લાગણી અને માંગણી છે.

Latest Stories