Connect Gujarat
ગુજરાત

શિનોર: તેરસા થી સાધલી જવાના માર્ગનું ગોકળગતિએ ચાલતું કાર્ય, વાહનચાલકો ભોગવતા હાલાકી

શિનોર: તેરસા થી સાધલી જવાના માર્ગનું ગોકળગતિએ ચાલતું કાર્ય, વાહનચાલકો ભોગવતા હાલાકી
X

શિનોર તાલુકાનો તેરસા સાધલી માર્ગ બિસમાર બનતા માર્ગના પુનઃનિર્માણ માટે ડભોઇ સબ ડિવિઝનના તાબા હેઠળ ઇજારદારને કામગીરી સોંપવામાં આવતા ઇજારદાર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સાઈડો ખોદી અને અમૂક અંતરે મેટલો પાથરીને કામગીરી અધૂરી રાખવામાં આવતા સ્થાનિક રહીશો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તેમજ ઇજારદાર દ્વારા કામગીરીની જાણકારી આપતું બોર્ડ પણ મુકવામાં નહિ આવતા સ્થાનિક રહીશોમાં શંકા - કુશંકા વ્યાપી જવા પામી છે.

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામથી સાધલી જવાનો માર્ગ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો જેના કારણે માર્ગ અતિ બિસમાર બની જવા પામ્યો હતો. જેના કારણે તેરસા ગામના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે રસ્તો અતિ બિસ્માર બની ગયો હોવાથી રીક્ષા, બસ જેવા વાહનો બંધ થઈ ગયા હતા. જેના કારણે ગ્રામજનો અને સાધલી અભ્યાસ અર્થે જતા બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી તેરસાના ગ્રામજનો દ્વારા સરકાર સમક્ષ અતિ બિસ્માર બની ગયેલા માર્ગના નવિનીકરણ માટે માગણી કરવામાં આવી હતી.

સરકાર દ્વારા નવા માર્ગના નવનિર્માણ માટે મંજૂરી આપવામાં આવતા ડભોઇ સબ ડિવિઝનના તાબા હેઠળ ઇજારદાર દ્વારા તેરસા અને સાધલી જવાનો અતિ બિસ્માર બની ગયેલ માર્ગને પુનઃનિર્માણ માટે તેરસા અને સાધલી વચ્ચેના માર્ગની સાઈડો ખોદી અને માર્ગ પર અમૂક અંતરે મેટલો પુરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા દોઢ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં માર્ગ બનાવવાની કામગીરી બંધ રહેતા તેરસાના ગ્રામજનો અને શાળામાં અભ્યાસ કરવા અર્થે જતા બાળકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.

માર્ગના વિસ્તૃતિકરણની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી ગોકળગાયની ગતિએ થઈ રહી છે અને માર્ગની બન્ને બાજુઓમાં સામાન્ય ખોદકામ કરી અપૂરતી માટી , મેટલો, અને જૂના પથ્થરો નાખી વેઠ ઉતારતા હોવાનું ગ્રામજનો દ્વારા બાંધકામ કરનાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે જુના રસ્તાને આખો ઉખાડીને લેવલિંગ કરીને પુનઃનિર્માણ કરવાનો હોવા છતાં હાલના ઇજારદાર દ્વારા અમૂક અંતરે લેવલિંગ કરી અગાઉ નો રસ્તો ચાલુ રાખીને મટીરીયલ નો બચાવ કર્યા હોવાની બૂમો ઉઠવા પામી છે.

હાલમાં આ છુટ્ટા મેટલોના કારણે બાઈક ચાલકો સહિત રાહદારીઓને ભારે અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વાહનચાલકોના ગાડી ના ટાયરોમાં પંચર પડવાના બનાવો ઉદભવ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલવાનું નામ નથી લેતું.

Next Story
Share it