શુકલતીર્થના યુવાનના મળી આવ્યા તવરા ગામની સીમમાંથી નરકંકાલ

New Update
શુકલતીર્થના યુવાનના મળી આવ્યા તવરા ગામની સીમમાંથી નરકંકાલ

પાંચ દિવસ થી ગુમ યુવાનની શોધખોળ બાદ તવરા નજીક મળી આવેલ નરકંકાલના કપડાં પરથી ઓળખ થઇ.

ભરૂચ તાલુકાના તવરા ગામની સીમમાંથી એક પુરૂષનો નરકંકાલ હોવાની જાણ પોલીસને થતા જ પોલીસે સ્થળ પર દોડી આવી આ નરકંકાલનો કબ્જો મેળવી તેને પેનલ પી.એમ. માટે વડોદરા ખસેડી, તેના વાલીવારસોની શોધખોળ આરંભતા નરકંકાલના કપડાં ઉપર થી મૃતકની ઓળખ તેના વાલીવાસસોએ કરી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના તવરા ગામની સીમમાં કોઈ અજાણ્યા પુરૂષનું નરકંકાલ હોવાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી પાંચ દિવસ થી ગુમ થયેલા શુક્લતીર્થના મંગળભાઈ મનુભાઈ વસાવાના પરિવારજનોને તવરા ગામે થી મળી આવેલા નરકંકાલની જાણ કરી હતી.જેથી મંગળભાઈ વસાવાના પરિવારજનોએ દોડી આવી નરકંકાલપર રહેલા કપડાં ઉપર થી મૃતકની ઓળખ કરી હતી. જેમાં મૃતક મંગળભાઈ મનુભાઈ વસાવા હોવાનું બહાર આવતા પોલીસે નરકંકાંલનો કબ્જો મેળવી તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તવરા ગામે થી મળી આવેલ નરકંકાલ મંગળભાઈ વસાવાનું હોઈ તો તેનું મૃત્યુ કેવી રીતે થયું ? તેની હત્યા ,આત્મહત્યા કે પછી કુદરતી મોત. જો કે મૃતકના મોબાઈલ સહીતની સામગ્રી પણ ગુમ હોવાથી પોલીસે પણ તે દિશામાં પણ તપસ હાથધરી હાલતો એ. ડી. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories