સંજય દત્તની બાયોપિકમાં પ્રિયાદત્તનાં  પાત્ર માટે સાઉથની અભિનેત્રીની પસંદગી 

New Update
સંજય દત્તની બાયોપિકમાં પ્રિયાદત્તનાં  પાત્ર માટે સાઉથની અભિનેત્રીની પસંદગી 

રાજકુમાર હિરાણી દિગ્દર્શિત સંજય દત્તની બાયોપિક આગામી વર્ષે રીલિઝ થશે. આ ફિલ્મમાં અત્યાર સુધી સોનમ કપૂર, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, મનીષા કોઈરાલાના નામની ચર્ચા છે. જોકે સંજય દત્તની બહેન પ્રિયા દત્તનું પાત્ર કઈ અભિનેત્રી ભજવશે એ અંગે અવઢવ હતી.

સંજય દત્તના જીવનમાં એની બહેનની પણ ખાસ ભૂમિકા રહી છે. નિર્માતા લાંબા સમયથી એવા ચહેરાની શોધમાં હતા જેની પર્સનાલિટી પ્રિયા દત્ત સાથે મેચ થાય. પરંતુ બોલીવૂડમાં આવો ચહેરો ન મળતા પ્રિયાના પાત્ર માટે દક્ષિણની અભિનેત્રી અદિતી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આ બાબતે નિર્માતાએ સંજય દત્ત સાથે ચર્ચા કરી અદિતીનું નામ ફાઇનલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.