સરકાર દ્વારા એમ આધાર એપ લોન્ચ કરાઈ

New Update
સરકાર દ્વારા એમ આધાર એપ લોન્ચ કરાઈ

ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ જવા માટે આપણા ઉદ્દેશ્ય થી સરકારે એમઆધાર એપ લોન્ચ કરી છે. એમઆધાર મોબાઈલ એપ ખાલી એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરશે. આ એપને ડાઉનલોડ કરી અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આપણે કોઈ પણ પેપર ફોર્મેટ અને કોઈ બીજા પ્રકારની આધાર કાર્ડ લઈ ચાલવાની જરૂર નથી.

આ એપને યુનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( UIDAI ) એ વિકસિત કર્યું છે. આ એપમાં પોતાનું નામ, જન્મતારીખ, લિંગ અને સરનામું સાથે પોતાનો ફોટો અને આધાર નંબર લીક હશે.

આ એપમાં પર્સનલ ડેટા સુરક્ષીત રહે એના માટે બાયોમેટ્રિક લોકીંગ ફીચર આપવામાં આવ્યુ છે, TOTP ની સુવિધા પણ છે, TOTP એટલે કે Time-based One-Time Password જનરેટ થશે.

આ એપને વાપરવા માટે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરવો જરૂરી છે,અને જો નંબર પંજીકૃત નથી તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર જઈ તેમને લિંક કરવાનો રહેશે.