સરકાર દ્વારા પ્રવાસન ટેક્સમાં કર્યો જંગી વધારો 

New Update
સરકાર દ્વારા પ્રવાસન ટેક્સમાં કર્યો જંગી વધારો 

સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે સર્વિસ ટેક્સમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો,જેને કારણે હવે પ્રવાસન ખર્ચ મોંઘો થશે આ વધારો 22 જાન્યુઆરીથી લાગુ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં પ્રવાસના કુલ પેકેજની રકમના 70 ટકા રકમ પર સર્વિસ ટેક્સમાં મુક્તિ આપવામાં આવતી હતી.જે ઘટાડીને 40 ટકા કરી દેવામાં આવી છે. જો કે રાહતમાં પહેલા જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી ન હતી તે હવેથી આપવામાં આવશે.

એક તરફ નોટબંધીને લીધે પ્રવાસન ઉદ્યોગ પર વિપરીત અસર પડી રહી છે.ત્યારે સરકારના આ નિર્ણયને કારણે ટેક્સ વધતા તેની સ્થિતિ વધુ કફોડી બનશે.