/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/Sonakshi-and-Salman-Khan.jpg)
સલમાન ખાન અને સોનાક્ષી સિંહા ફરી રૃપેરી પડદે સાથે દેખાશે.વેલકમ ટુ ન્યુયોર્ક નામની ફિલ્મમાં સલમાન સોનાક્ષી ફરી જોવા મળશે.
થોડા દિવસો પહેલા અરબાઝ ખાને કહ્યું હતું કે, સલમાન અભિનીત દબંગ 3નું જલદી જ શૂટિંગ શરૃ થશે. સલમાન સાથે સોનાક્ષી પણ દબંગના ત્રીજા ભાગમાં જોવા મળશે. જોકે આ પહેલા આ જોડી વેલકમ ટુ ન્યુયોર્કમાં જોવા મળશે. એક રિપોર્ટ પ્રમાણે સોનાક્ષી અને સલમાન ત્રીજી વખત રૃપેરી પડદે જોવા મળશે.
સોનાક્ષી અને સલમાન પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને રોમેન્ટિક રીતે ફિલ્માવવામાં આવ્યું છે. સોનાક્ષી દબંગ 3નો હિસ્સો હશે કે નહીં એ ચર્ચા લાંબા સમય સુધી ફિલ્મ દુનિયામાં રહી હતી.
સોનાક્ષીએ અરબાઝની એક ફિલ્મમાં કામ કરવાનો નનૈયો ભણ્યો હોવાથી સલમાન તેનાથી નારાજ હતો. પરંતુ દબંગ ફિલ્મમાં સોનાક્ષી સલમાનની કેમેસ્ટ્રી દર્શકોને આકર્ષવામાં સફળ રહી હોવાથી તેને દબંગ 3નો હિસ્સો બનાવામાં આવી છે.