સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિરુદ્ધ નોંધાયો કેસ

New Update
સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિરુદ્ધ નોંધાયો કેસ

મુંબઇમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિરુદ્ધ એક વ્યક્તિ સાથે મારપીટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે પોલીસે શેરાની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ મારપીટની આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. શેરા પર પીડિતને થપ્પડ મારીને મારપીટ કરવાનો તેમજ બંદૂક બતાવીને ધમકાવવાનો પણ આરોપ છે.

ટીવી રિપોર્ટસ મુજબ આ બનાવ મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ બન્યો હતો. પીડિત શેરાની પાસે ગયો ત્યારે બને વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઇ ગઇ હતી અને ત્યારબાદ શેરા તેમજ અન્ય બે બોર્ડીગાર્ડસો એ પીડિતને માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. શેરાએ કથિત રીતે પીડિતને બંદૂક કાઢીને ધમકાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 18 વર્ષોથી શેરા સલમાન ખાનના બોડિગાર્ડ છે. શેરા ઇવેન્ટ મેનેજમેન્ટ અને સિક્યોરિટી કંપની પણ ચલાવે છે.