સલમાન ખાન અને સોનાક્ષી સિંહા રૂપેરી પડદે ફરી સાથે જોવા મળશે

New Update
સલમાન ખાન અને સોનાક્ષી સિંહા રૂપેરી પડદે ફરી સાથે જોવા મળશે

સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની સફળ ફિલ્મ દબંગની ત્રીજી સિરીઝ બનવાની છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અભિનય કરશે કે નહીં તે અંગે શંકા-કુશંકા સેવાતી હતી. સોનાક્ષી અને સલમાનનાં સંબંધોમાં કડવાશ આવી હોવાની ચર્ચા કેટલાય સમયથી બોલીવૂડમાં ચાલી રહી છે. તેથી સોનાક્ષી આ ફિલ્મમાં કામ કરશે તેના અંગે શંકા સેવાઇ રહી હતી.

જોેકે થોડા સમય પહેલા સોનાક્ષીએ પણ કહ્યું હતું કે, તે ત્રીજી સીરીઝમાં પણ કામ કરતી જોવા મળશે પરંતુ તેના રોલની લંબાઇ કેટલી હશે તે હાલ કહી શકે નહીં. આ ફિલ્મના નિર્માતા અરબાઝ ખાને કહ્યું હતું કે, આ વખતે આ ફિલ્મમાં અમે સની લિયોનીને પણ લેવાનો વિચાર કરી રહ્યા છે, જોકે તેના માટે ખાસ રોલ લખવો પડે તેમ છે. જો આમ થશે તો સની લિયોની પણ આ ફિલ્મનો હિસ્સો હશે. જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે, ફિલ્મના ત્રીજા ભાગના પાંડેના પાત્રની સફરનુ ફોકસ રોબિનહુડ પર હશે.