Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા :  પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે કાર અને ડમ્પર ટ્રક વચ્ચે થયો અકસ્માત, બેના મોત

સાબરકાંઠા :  પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે કાર અને ડમ્પર ટ્રક વચ્ચે થયો અકસ્માત, બેના મોત
X

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના તાજપુર કૂઇ પાસે કાર અને ડમ્પર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર યુવક-યુવતી બેના ધટના મોત નિપજ્યાં હતાં .

ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે આઠ ઉપર રોડ ઉપર પડેલ ખાડાને લઇને અકસ્માતમાં વધારો થયો છે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તગડો તોડ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. પણ તેની સામે વાહન ચાલકોને હાલતો કોઇપણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી. જેને લઈને આ રોડ ઉપર અનેક નાના મોટા વાહન ચાલકો એ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે જેની જવાબદારી છે તે તંત્ર પણ હજુ કોઇ મોટી જાનહાની થવાની હોય તેમ રાહ જોઈ ને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી બે જીંદગીઓએ જીવ ગુમાવ્યા છે

પ્રાંતિ ના તાજપુર કૂઇ પાસે ચિલોડા તરફ થી રાજસ્થાન તરફ જતી સીફટ કાર GJ3HK5412 તથા કપચી ભરેલ ટ્રક (ડમ્પર) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવક-યુવતીનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અકસ્માત એટલો બધો ભયાનક હતો. કારનો આગળનો ભાગ તથા સાઇડનો ભાગ કુચડો થઇ ગયો. તો અને ટ્રક સાથે ફીટ થઇ ગયો હતો. તો કારમાં સવાર યુવક-યુવતી બનેના ધટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને તથા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી મુતકોને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ કુચડો થઇ ગયો હતો.અને ટ્રક સાથે ફીટ થઇ ગયો હતો તો કેનની મદતથી કારને છુટી પાડવામા આવી હતી અને રોડ ઉપર થયેલ ટ્રાફિક ને પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો હતો હાલતો પ્રાથમિક તપાસ મા રાજકોટ થી રાજસ્થાન ના કોટા ના યુવક-યુવતી હોવાનું પ્રાથમિક તપાસ મા જાણવા મળ્યું છે.

Next Story