Connect Gujarat
ગુજરાત

સાવલીના ભાદરવા ગામે શ્રી ચેહર જોગની માતાજીના સાનિધ્યમાં ગૌરીવ્રતની ઉજવણી ધામ ધૂમથી કરાઇ

સાવલીના ભાદરવા ગામે શ્રી ચેહર જોગની માતાજીના સાનિધ્યમાં ગૌરીવ્રતની ઉજવણી ધામ ધૂમથી કરાઇ
X

સાવલી તાલુકાના ભાદરવા ગામેં આવેલા શ્રી ચેહર જોગની માતાજીના સાનિધ્યમાં ગૌરીવ્રતની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવી રહી છે અને સાથે સાથે ચેહર જોગની માતાજી મંદિરના મહંત રમેશ ભાઈ રાવળદેવ દ્વારા ગૌરીવ્રત કરતી કુંવારીકાઓ માટે હરવા ફરવા તેમજ ખેલકુદ કરવા માટે તમામ પ્રકારની રાઈડની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતા કુવારીકાઓમાં ખુશીની લહેર ફેલાઇ છે.

ગૌરીવ્રત નિમિતે ગામની તથા આજુ બાજુના ગામની કુવારીકાઓને હરવા ફરવા તેમજ સમય પસાર કરવાના કોઈ અગવડ ના પડે તે હેતુ સર મહંત રમેશ ભાઈ રાવળદેવ તેમજ મહંત શ્રી વિજય ભાઈ રાવળદેવ દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાગ બગીચા માં ફરવા આવતી કુવારીકવો માટે ખાસ વિવિધ પ્રકારની રાઇડ્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને તેમજ વ્રત કરતી મહિલાઓ તથા કુંવારીકાઓ માટે ફ્રુટ અને ફરાળનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરના મહંત વિજય ભાઈ તથા જીતુ ભાઈ વાઘાણી દ્વારા તમામ જન મેદની ને ગૌરીવ્રતનું ખાવું તથા ફ્રુટ પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી.

શ્રી ચેહર જોગની માતાજીના મંદિર તરફથી આવી સરસ વ્યવસ્થા કરીઆપવામાં આવતા બાળકોમાં તેમજ કુવારીકાઓમાં અનેરો અંદન જોવા મળ્યો હતો જે વ્યવસ્થા સાવલીના ભાદરવા ગામે મહંત રમેશ ભાઈ રાવળદેવ દ્વારા કરવામાં આવે છે. એવી વ્યવસ્થા સમગ્ર તાલુકામાં નથી જેનો ભરપૂર લાભ ભાદરવા ની જનતા બાળકો તેમજ કુંવારીકાઓ લઈ રહી છે.

Next Story
Share it