/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/2-2.jpg)
બે–ત્રણ દિવસ પહેલા સિક્કિમ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાન વચ્ચે પહાડો તૂટી પડવાની હોનારત સર્જાતા સિક્કિમ ફરવા ગયેલ યાત્રાળુઓના જીવ જાખમમાં મૂકાયા હતા. જેમાં ભરૂચના પણ અઢાર યાત્રીઓ ફસાયા હતા. જેના કારણે તેમના પરીવારજનોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જા કે આજરોજ આ તમામ પરીવારો સલામત હોવાના અહેવાલ મળતા તેમને રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચના અઢાર જેટલા યાત્રીઓ સિક્કિમ ફરવા માટે ગયા હતા.
જ્યાં ગુરુડોંગ માર્ક લેકની મુલાકાત બાદ તેઓ પરત ફરતા હતા દરમિયાન વરસાદી તોફાન શરૂ થયું હતું. વાદળ ફાટવા સાથે પહાડોની ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેના કારણે સિક્કિમના મોટા ભાગના રસ્તાઓનો વ્યવહાર ખોરવાયો હતો. ચારે તરફ અંધારપટ અને બીજીબાજુ સતત જેમાં અનેક ભરૂચના અઢાર સહિત અનેક યાત્રાળુઓ ફસાયા હતા. ચારે તરફ અંધારપટ, નદી–નાળા અને પુલ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર પણ બંધ થતા આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટયા હતા. આવા સમયે સિક્કિમ સરકાર સહિત ભારતીય સૈનિકોની ટીમ આ યાત્રાળુઓની મદદે આવી પહોંચી હતી. સૈનિકોએ મહેનત કરી રસ્તાઓ બનાવી યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડયા હતા. હોનારત દરમિયાન સંદેશા વ્યવહાર પણ બંધ થઈ જતા ભરૂચથી ગયેલા અઢાર જેટલા પ્રવાસીઓના પરીવારો ચિંતામાં મૂકાયા હતા. જાકે ત્રણ દિવસ બાદ પ્રવાસે ગયેલ યાત્રાળુઓને નથુલા બોર્ડર સુધી સલામત લઇ જઇ ગંગટોક ખાતે હોટલ સ્નોવેલીમાં રખાયા હતા. જ્યાંથી તેમના પરીવારજનો સાથે સંપર્ક કરતા પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.