દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટી ટીવી શો ઈન્ડિયાઝ અસલી ચેમ્પિયનમાં જોવા મળવાનો છે, શો માં સુનિલ શેટ્ટી એકદમ નવા અંદાજમાં જોવા મળવાનો છે, 6 મેએ આ શોનું પ્રીમિયર એન્ડ ટીવી પર યોજવાનું છે, લગભગ ત્રણ વર્ષ કેમેરાથી દૂર રહ્યા બાદ સુનિલ શેટ્ટી ટેલિવિઝન શોમાં દર્શકોને જોવા મળવાનો છે.
આ ત્રણ વર્ષ કેમેરાથી દૂર રહ્યા બાદ સુનિલે મિડીયાને જણાવ્યુ હતુ કે ત્રણ વર્ષ કોઈ લાંબો સમય નથી, સતત શુટિંગ અને કેમેરા , લાઇટ્સથી હું થોડો દૂર રહી આરામ કરવા માંગતો હતો, અને પોતાનું મૂલ્યાંકન કરવા માંગતો હતો, હું પોતાને સમજી રહ્યો હતો. 25 વર્ષમાં મેં અભિનય કરી લગભગ દરેક બાબતે નસીબ અજમાવ્યુ હતુ,આ બ્રેકમાં મેં પોતાની કારકિર્દી ફરી પાટે કઈ રીતે લાવવી તેના પર મનોમંથન કર્યું હતુ, ફિટનેસ પ્રતિ મારા પેશને મારા શરીરને ચુસ્ત રાખ્યું છે, ઈન્ડિયાઝ અસલી ચેમ્પિયનમાં મારાથી જોડાયેલી દરેક વાત એકદમ અલગ થવાની છે, આ શોનું સંચાલન હું કરવાનો છું.