/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-7.jpg)
સુરતમાં એક યુવકને કસ્ટડીમાં મારમારવામાં આવતા તબિયત લથડતાઉચ્ચાધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જોકે હાલ આ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ માર મારવાના કેસમાં પી. આઈ. ખીલેરી સહિત આઠ પોલીસ કર્મી સામે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
PI
હાલ ખટોદરાના પી.આઈ.ની બદલી કરી તેમને અન્ય ચાર્જ સોંપાયો છે. આ ઘટનામાં ઓમ પ્રકાશ પાંડેને બ્રેઇન હેમરેજ થયું છે. જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ દિવસ પહેલા આરોપીને ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જામીન લાઈક ગુનો હોવા છતાં પી.આઈ ,પી.એસ.આઈ અને અન્ય પોલીસ કર્મચારી કેમ ભાગ્યાએ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
PSI
પોલીસ દ્વારા પી.આઈ.ના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ તેઓ ઘરે મળી આવ્યા ન હતા. હાલ પોલીસે ખટોદરા પોલીસ સ્ટેશનના આરોપી પોલીસ કર્મચારીઓ..એમ.બી.ખીલેરી (પી.આઇ), સી.પી.ચૌધરી(પીએસઆઇ), સ્ટાફ કર્મચારીઓ હરીશભાઈ, કનકસિંહ, પરેશભાઈ, અશિષભાઈ, કલ્પેશભાઈ, જીતુભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.