સુરત:કડોદ રોડ પરની સણીયા હેમાદ પાસે ખાડીના પાણીમાં બે બાળકો પડી જતાં રેસ્ક્યુ કામગીરી શરૂ

New Update
સુરત:કડોદ રોડ પરની સણીયા હેમાદ પાસે ખાડીના પાણીમાં બે બાળકો પડી જતાં રેસ્ક્યુ કામગીરી શરૂ

સુરતના પુણાગામથી આગળ સણીયા હેમાદ ખાત ખાડી બ્રીજનું કામકાજ ચાલી રહ્યું છે. શ્રમિકોના બાળકો ખાડીમાં પડી જતાની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો તેમજ ૧૦૮ અને ફાયર વિભાગ્નો કાફલો પણ પહોંચી ગયો હતો. ખાડીના ગંદા પાણીમાં બાળકોની શોધખોળ કરવામાં ફાયરને તકલીફો પડી રહી છે.

સ્થાનિકના કહેવા મુજબ આ બંન્ને બાળકો ખાડી ઉપર બનાવવામાં આવેલી લાકડાની રેલીંગ ક્રોસ કરી રહ્યાં હતાં તે દરમિયાન એક પછી એક નીચે ખાડીમાં પડી ગયાં હતાં. ખાડીમાં પડ્યાં બાદ તેણે ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. સાથે જ બાળકોના માતાપિતાને પણ જાણ કરી હતી.

આ બંન્ને બાળકોમાં એક મનોજ રાજુ ચૌહાણ ૧૦ વર્ષનો જે શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટ સારોલીમાં જ રહે છે.જયારે બીજો શિવા રાજુ સૈયામ જે ૯ વર્ષનો છે. તે પણ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં રહે છે.તેમજ આ બંન્ને બાળકો સારોલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવાનું હાલ જણવા મળી રહ્યું છે.

Latest Stories