સુરત : ખટોદરા પોલીસ મથકમાં યુવાનને ગેરકાયદેસર લાવી માર મારનાર આરોપી પોલીસકર્મીના ૧ દિવસના રિમાન્ડ મંજુર

New Update
સુરત | દંપતીએ બાળકના જન્મ નિમિતે અનોખું બીડું હાથ ધર્યું

સુરત ખટોદરા પોલીસ મથકમાં સોનું નામના ઈસમને ચોરીના ગુનાના શંકાના દાયરામાં ગેરકાયદેસર રીતે યુવાનને પોલિસ મથકમાં લાવી ઢોર માર મારનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલને કોર્ટમાં લવાયા હતા.

સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી પોલીસ માર માર્યો બાદ તબિયત લથડતા તેઓની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આરોપી ઓમ પ્રકાશ પાંડેનું મોત થયું હતું. આરોપી ઓમ પ્રકાશ પાંડેને ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ બાદ સોનું યાદવ નામના ઈસમને શંકાના દાયરામાં પોલીસ મથક લાવી તેઓને પણ ઢોરમાર મારવાનો આરોપ મૂકી સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ ખટોદરા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ, પરેશ અને કનક સિંહ સહિત એક સોનુ રીક્ષા ચાલક અને અન્ય અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદ નોંધવા બાદ કોન્સ્ટેબલ કુલદીપની ધરપકડ કરવામાં આવી હતી. જયારે આજ રોજ ધરપકડ બાદ આરોપી કોર્ટમાં રજૂ કરતા માનવતાને શર્મશાર કરી આરોપી કોન્સ્ટેબલ પોતાના મોઢાને રૂમાલથી છુપાવીને આવ્યો હતો.

કોન્સ્ટેબલ કુલદીપને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરાઈ હતી. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ સહિત રીક્ષા ચાલક હજુ ફરાર છે. કોર્ટે દ્વારા એક દિવસનો રિમાન્ડ આપવામાં આવે છે. પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવી વધુ તાપસ હાથ ધરી છે.