Top
Connect Gujarat

સુરત:નારાયણ સાંઇ જેલમાં ગમે તેટલી મહેનત કરશે ૩ મહિના નહીં મળે પગાર..!

સુરત:નારાયણ સાંઇ જેલમાં ગમે તેટલી મહેનત કરશે ૩ મહિના નહીં મળે પગાર..!
X

પોતાને શ્રીકૃષ્ણનો અવતાર અને સાધિકાઓ પાછલા જનમની ગોપીઓ હોવાની મોહલીલા રચી ધર્મની આડમાં પાખંડલીલા આચરનારા નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. લાજપોર જેલમાં બંધ સાંઇને ગુરૂવારે જેલમાં કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી.જેમાં જેલ પ્રશાસને કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું.

પ્રારંભીક ધોરણે આ કામગીરી સોંપાઇ હોવાથી અને કાચો ચહેરો હોવાથી તેને ત્રણ મહિના એક પણ રૂપિયો મહેનતાણું(પગાર) મળશે નહીં. ત્યારબાદ રોજના ૭૦ રૂપિયા પ્રતિદિન મળશે.જોધપુર જેલમાં બંધ બળાત્કારી પિતાના કુકર્મનો વારસદાર પુરવાર થયેલા નારાયણ સાંઇને સુરતની લાજપોર જેલમાં આજીવન કારાવાસ મળ્યો છે. ગત સપ્તાહે અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટે નારાયણ સાંઇ બળાત્કારી હોવાની મ્હોર મારી તેની પાપલીલામાં ભાગીદાર હનુમાન, ગંગા અને જમનાને દસ-દસ વર્ષ સખત કેદની સજા ફટકારી હતી.

આખરે એક સપ્તાહ બાદ ગુરૂવારે સાંઇને જેલના બગીચામાંથી સૂકો કચરો ઉપાડવાની અને ઘાસ કાપવાની કામગીરી સોંપાઇ હતી.તેના આશ્રમમાં સેવાના ભાગરૂપે બાગ-બગીચાની સાફ-સફાઇ કરાવતો નારાયણ હવે પોતે જેલના બગીચામાં ત્રણ મહિના’સરકારી સેવા’ના ભાગરૂપે ઘાસ કાપશે.

Next Story
Share it