સુરત કોંગ્રેસમાં ભડકો : એકતરફી હોદ્દેદારોની લિસ્ટ જાહેર થતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ

New Update
સુરત કોંગ્રેસમાં ભડકો : એકતરફી હોદ્દેદારોની લિસ્ટ જાહેર થતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ

સુરત કોંગ્રેસમાં એકતરફી હોદ્દેદારોની લિસ્ટ જાહેર થતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરત શહેર કોંગ્રેસમાં નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ સામગમટે રાજીનામા ધરી દેતા સુરત કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોવાનું જણાઈ આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રવાસી થી સહિત મોટા આગેવાન નારાજ થયા છે. કામરાન ઉષ્માની ગ્રુપ,જવાહર ઉપાધ્યાય ગ્રુપ,સંજય પટવા સહિત સૌરાષ્ટ્રવાસીમાં નારાજગી જોવા મળી રહી છે. એકજ સમાજ પરિવારના ૧૦ સભ્યોને કોંગ્રેસ ના હોદ્દેદારો બનાવાયા છે. પાયાના કાર્યકર્તાની સતત અવગણના સુરત શહેર પ્રમુખે પોતાના જ પરિવારના લોકોને હોદ્દેદાર બનાવ્યા હોવાની ફરિયાદ નારાજ કોંગ્રેસી કરી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ ૧૭૫ જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યા છે. કદીર પીરઝાદા અને બાબુ રાયકા ના ૯૮ % લોકો નો સમાવેશ છે. જયારે ૨૦૦ હોદ્દેદારોમાં માત્ર ૭ મહિલા સમાવાઈ છે. ૩૩ % ની વાત કરતા કોંગ્રેસ ઘોળીને પી ગઈ કોંગ્રેસી કાર્યકર્તાઓની રાજીનામું આપવાની તૈયારી શરૂ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખને રાજીનામું આપશે.

જવાહર ઉપાધ્યાય ઉપરાંત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને હાલના કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ પણ રાજીનામું આપી દીધું છે. ભૂપેન્દ્ર સોલંકીએ તગતગતો પત્ર લખ્યો છે અને ગદ્દારોને હોદ્દા આપી દેવામા આવ્યા હોવાના મેસેજ પણ તેમને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા. નિષ્ઠાવાન કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને જૂથબંધીનું માળખું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

સંજય પટવાએ જણાવ્યું છે કેછેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી પાર્ટીમાં કાર્યરત રહ્યો છું. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી જવાબદારી પ્રમાણિકપણે નિભાવી છે. સુરતમાં જૂથબંધી એટલી હદે ચલાવવામાં આવી રહી છે કે જેમાં કામ કરવું અશકય બની ગયું છે. જેથી કરીને દક્ષિણ ગુજરાતના પ્રવકતા પદેથી રાજીનામું આપું છું. સંજય પટવા પૂર્વ કોર્પોરેટર છે.

રાજીનામા આપનારા અન્ય કાર્યકર મકસુદ મીર્ઝા, ગોપાલ પાટીલ, અવઘેશસિંહ રાજપુત, અભિમન્યુ શાહુ, જાવેદ મિર્ઝા,રત્ના પરમાર, કેશવ માહ્યાવંશી, કાંતિ વસાવા સહિત 15થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કામરાન ઉસ્માની પણ આવનાર દિવસોમાં ધડાકા કરે એવી શક્યતા છે

Latest Stories