Connect Gujarat
ગુજરાત

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ હાથમા થયા ફોલ્લા

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ હાથમા થયા ફોલ્લા
X

સુરત સિવિલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગમાં ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. ડોક્ટર દ્વારા દર્દીને સીટી સ્કેન માટે પ્રવાહીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઇન્જેક્શન અપાયા બાદ મહિલાને ફોલ્લા નીકરી આવ્યા હતા.

આ અંગે દર્દીના પુત્ર સમાધાનના જણાવ્યા મુજબ તેની માતાને લીવરની બિમારીને કારણે અમદાવાદથી સુરત રીફર કરાઈ હતી. તેમાં તેણીને સીટીસ્કેન કરવાનું જણાવાયં હતું. મંગળવારે સવારે મળેલી સિટી સ્કેનની તારીખ મુજબ તેઓ માતાને લઈ સવારે સાત વાગે સિવિલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગમાં ગયા હતા. જ્યાંથી તેમને ટ્રોમાં સેન્ટરમાં હાથમાં સોઈ નંખાવીને આવવા જણાવવામાં આવ્યું હતું. ટ્રોમાં સેન્ટરમાં હાથમાં સોઈ નંખાવી રેડિયોલિજી વિભાગમાં સિટી સ્કેન વિભાગમાં એક ડોક્ટરે સોઈમાં ઈન્જેકશન વડે પ્રવાહી શરીરમાં નાખ્યું. ત્યારે અચાનક પ્રવાહી માતાના હાથ પર પડતાની ગણતરીની મિનિટોમાં માતાના હાથ પર ફુલ્લા ફુટી નીકળ્યા હતા.બાદમાં તેની માતાને ટ્રોમાં સેન્ટરમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી દાખલ કરી દીધા હતા.ડોક્ટરની આ બેદરકારીના લીધે તેઓની માતાના હાથનું ઓપરેશન કરવાની નોબત આવી હતી.

Next Story