New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/a4231b5b-f449-409f-8520-07b0ce3a57b5.jpg)
સુરતના પાંડેસરા પોલીસે ચેઇન સ્નેચિંગ,ચોરી સહિત પોલીસ જાપ્તામાંથી ભાગેલાં આરોપીની ધરપકડ કરી છે. વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. સુરત પલસાણા ખાતે વાહન ચોરી અને ઉમરા ખાતે ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસે સંદીપ ઉર્ફે તીસરી આંખ રાકેશ ઠાકુરની ધરપકડ કરી હતી પોલીસ સંદીપને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતાં. ત્યાંથી સંદીપ પોલીસ જાપ્તા માંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે મૂળ યુપીના વતની એવા આરોપીની પાંડેસરાના વડોદગામ ગણેશ નગર ખાતેથી ધરપકડ કરી છે.