/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/surat.jpg)
સુરત પોલીસ કમિશનરે નશા ખોરીને નાબૂદ કરવા માટે મેગા ડ્રાઇવ શરૂ કર્યું છે. ત્યારે પહેલા દિવસે ઉમરા વેસુ પાલમાં દરોડા પાડી 60 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે બીજા દિવસે મહિધર પુરા કતારગામ સહિત અનેક વિસ્તાર માંથી 100 જેટલા લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસની બીજા દિવસે પણ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.મહિધરપુરા અને કતારગામ તેમજ ઉધનાના જુદાજુદ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં બીજા દિવસે પણ પોલીસે મોટી સંખ્યામાં લોકોને પોલીસ સ્ટેશન ઉચકી લાવી હતી.પોલીસે દારૂ પીધેલા સહિત અજાણ્યા લોકોની અટકાયત કરી હતી.પોલીસે 100 થી વધુ યુવકો અને લોકોની અટકાયત કરી હતી.જેમાં મહિધરપુરા માંથી 80થી વધુ અને કતરગામ માંથી 20 થી વધુની અટકાયત કરી હતી.જે તમામની પૂછપરછ અને તાપસ કરવામાં આવી રહી છે.જેમાંથી પોલીસ જેકોઈ ગુનામાં દોશી જણાશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ વાત એ છે નશાખોરી પર કાબુ મેળવવા સુરત પોલીસ મોડે મોડે એક્શનમાં આવી છે. અને બીજા દિવસે પોલીસે દારૂ પીનારા પર તવાઈ બોલાવી છે. તો આવી રીતે સુરત પોલીસ દારૂના ચાલતા અડ્ડા પર દરોડા પાડી બુટલેગરો જેલ ભેગા કરે તે પણ જરૂર બન્યું છે કારણ સુરતમાં હજુ પણ ખુલે આમ દારૂનો વેપલો થઈ રહ્યો છે ..જેમાં પાંડેસરા સચિનમાં વિસ્તારના ખુલ્લેઆમ દમણ જેવો માહોલ જોવા મળી રહયુક છે.