Connect Gujarat
ગુજરાત

સુરત : મહા વાવાઝોડાની અસર, સુંવાલીના દરિયામાં ઉછળી રહયાં છે મોજા

સુરત : મહા વાવાઝોડાની અસર, સુંવાલીના દરિયામાં ઉછળી રહયાં છે મોજા
X

મહા

વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઈને બુધવારની મધરાતે પસાર થનાર છે વાવાઝોડાની

ગતિ 100 થી 120 કિલોમીટરની રહેશે.વાવાઝોડાની અસરના પગલે

સુરતના સુંવાલીના દરિયામાં મોજા ઉછળી રહયાં છે.

મહા

વાવાઝોડા અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી

નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બર

ની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે અને દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે. તે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 110 કિલોમીટર થી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે.. આજે

વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ ઊત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ

દિશા તરફ ફરી વળાંક લેશે જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની રહેશે. મહા વાવાઝોડું ૬ઠ્ઠી

નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બર

ની પરોઢ વચ્ચેના સમયગાળામાં દિવ - દ્વારકા વચ્ચેથી પસાર થશે. હવામાન વિભાગના

જણાવ્યા અનુસાર છઠ્ઠી 7મી નવેમ્બર

વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ

પડશે. બીજી તરફ સુરતના સુંવાલી ખાતે આવેલાં દરિયામાં અત્યારથી જ મોજા ઉછળી રહયાં

હોવાથી લોકો તેને જોવા સુંવાલી પહોંચી રહયાં છે. વાવાઝોડાની સંભાવનાના પગલે દક્ષિણ

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે.

Next Story