Connect Gujarat
ગુજરાત

સુરત : વ્હોરા સમાજના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી, ધર્મગુરુને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

સુરત : વ્હોરા સમાજના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી, ધર્મગુરુને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા
X

વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મફદ્દલ સૈફઉદ્દીન સાહેબનો 17મી ડિસેમ્બરે 76મો જન્મદિવસ છે. જે નિમિત્તે સુરત શહેરમાં વ્હોરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહી સૈયદના સાહેબને તેમના જન્મ દિવસની તથા સમૂહ લગ્ન કરનારા તમામ નવયુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી.

વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મફદ્દલ સૈફઉદ્દીન સાહેબનો આવતી કાલે 17મી ડિસેમ્બરના રોજ 76મો જન્મદિવસ છે. જે નિમિત્તે વ્હોરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ઝાંપા બજાર ખાતે મસ્જિદએ મોઅઝમમાં 192 યુગલોના નિકાહ પઢવામાં આવ્યા હતા. વ્હોરા સમાજના ધર્મગુરુને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા તેમજ સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વ્હોરા સમાજને એક ગુજરાતી વ્યાપારી તરીકે માનવામાં આવે છે. સાથે સાથે વ્હોરા સમાજે દેશના વફાદાર, શિક્ષણ, આરોગ્ય,પર્યાવરણ અંગે જાગૃત રહીને સમાજને શિક્ષિત અને પ્રગતિશીલ બનાવવા પ્રયત્નો કર્યા છે. વધુમાં વધુ રાષ્ટ્રની સેવા કરે તેવી અને સૈયદના સાહેબને તેમના જન્મ દિવસની તથા સમૂહ લગ્ન કરનારા તમામ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story
Share it