Connect Gujarat
ગુજરાત

સુરત : હત્યા કરી ફેંકી દેવાયેલી બાળકીની ઓળખ માટે પોલીસની ડોર ટુ ડોર તપાસ

સુરત : હત્યા કરી ફેંકી દેવાયેલી બાળકીની ઓળખ માટે પોલીસની ડોર ટુ ડોર તપાસ
X

પાંડેસરામાં જીઆવ રોડ ઉપર - હિન્દી--ગુજરાતીમાં પોસ્ટરો છપાવાયા : બાળમંદિર, આંગણવાડી, વણઝારાના પડાવોમાં તપાસ છતાં કડી મળી નહીં

પાંડેસરા વડોદ ગામ જીઆવ રોડ પ્રાઇમ પોઇન્ટની ગલીમાં ગત સવારે બાવળની ઝાડીમાંથી જે બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તેની ઓળખ માટે પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે જુદી જુદી ટીમો બનાવી આંગણવાડી, બાળમંદિરથી માંડી વણઝારાઓના પડાવમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે હિન્દી-ગુજરાતી ભાષામાં પોસ્ટર તૈયાર કરી ચોંટાડી- વિતરિત કરી તેમજ બાળકીનો ફોટો લઇ ડોર ટુ ડોર પણ તપાસ કરી હતી પરંતુ મોડી સાંજ સુધી પોલીસને કોઇ કડી હાથ લાગી ન હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની સીમમાં જીઆવ રોડ ઉપર પ્રાઇમ પોઇન્ટની ગલીમાં બાવળની ઝાડીમાંથી ગત સવારે બેથી ત્રણ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.

બાળકીના શરીરે અત્યાચાર ગુજારાયો હોવય તેવા ઇજાના સંખ્યાબંધ નિશાન મળી આવતા તેમજ પોસ્ટમોર્ટમ માં બાળકીના મગજના ભાગે ઇજાને લીધે મોત નીપજ્યું હોવાનો ખુલાસો થતાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાળકીની હત્યા બાદ તેની લાશ અહીં ફેંકવામાં આવી હોય પોલીસે બાળકીની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. ચાર માસ અગાઉ બાળકી-માતાની દુષ્કર્મ બાદ હત્યા કરેલી લાશ મળવાની ઘટનામાં પોલીસે જે રીતે ઓળખ કરવા પોસ્ટર છપાવી, જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, તે જ રીતે પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની છ જેટલી ટીમે આ બનાવમાં પણ તપાસ શરૂ કરી હતી.

પોલીસે બાળકીના ફોટા સાથે હિન્દી-ગુજરાતી ભાષામાં પોસ્ટર છપાવી વિવિધ સ્થળોએ ચોંટાડી બાળકીના માતા-પિતા અંગે માહિતી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી. પોલીસે બાળકીનો ફોટો સાથે રાખી આવાસ- ઝુંપડપટ્ટીઓ, અન્ય રહેણાંક વિસ્તારો તેમજ ૭ આંગણવાડી, બાળમંદિર, બાલવાટિકામાં પણ તેની ઓળખ માટે પ્રયાસ કર્યો હતો. પોલીસની જુદી જુદી ટીમોએ ડોર ટુ ડોર જઇ બાળકીનો ફોટો બતાવી તેની ઓળખ માટે લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીક વણઝારાઓના પડાવમાં જઇ તપાસ પણ કરી હતી.

પરંતુ મોડી સાંજ સુધી પોલીસને કોઇ કડી હાથ લાગી ન હતી. પોલીસની ટીમોે આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ અને ગુમ થનાર બાળકી, મહિલાઓના રેકોર્ડ પણ ચકાસી રહી છે. લાશ ફેંકતા પહેલા નવા કપડા પહેરાવાયા હોવાની શક્યતા પાંડેસરા વિસ્તારમાંથી જે બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી છે તે બાળકીના શરીર ઉપર જે કપડાં મળ્યા છે, તદ્દન નવા હોય પોલીસ આશંકા સેવી રહી છે કે બાળકીની હત્યા કર્યા બાદ લાશ ફેંકતા પહેલાં તેને નવા કપડાં પહેરાવાયા હશે.

બાળકીના શરીરે ઇજા ઉપરાંત તેનું શરીર મેલું પણ છે. જ્યારે કપડાં તદ્ન ચોખ્ખા છે. કપડાં હોઝીયરી મટીરીયલના હોવાથી ફૂટપાથ ઉપર વેચનારાઓ પાસે ખરીદાયા હોવાની શક્યતાને પગલે તેવા કપડાં વેચનારાઓની પણ પોલીસે પૂછપરછ આદરી છે. પીસીબી-એસઓજીએ સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધો પાંડેસરામાં હત્યા કરી ફેંકી દેવાયેલી બાળકીની ઓળખ માટે દિવસ-રાત એક કરી રહેલી પોલીસે સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધો છે. તપાસમાં જોડાયેલી પીસીબી- એસઓજીએ વ્હોટ્સએપ, ફેસબુકના માધ્યમથી પણ બાળકીની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે

Next Story
Share it