સુરેન્દ્રનગરના ચોટીલા APMC ખાતે યોજાયો કૃષિ મહોત્સવ

New Update
સુરેન્દ્રનગરના ચોટીલા APMC ખાતે યોજાયો કૃષિ મહોત્સવ

સરકાર દ્વારા રાજ્યમાં કૃષિ મ્હોન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા લેવલે કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોટીલા APMC ખાતે સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને ખેતી વિશેની માહિતી આપવામાં આવી હતી. સાથે વિસ્તાર આધારિત પાકનું વાવેતર કરવું. અને સારૂ બિયારણ નો વપરાશ કરવો. અને તેની પ્રથમ પસંદગઈ કરવી. સાથે ઓર્ગેનિક ખેતી કરીને વધુ ઉત્પાદન અને સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય તેમજ અન્ય પાકનું વાવેતર કેવી રીતે કરવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તે માટે વિવિધ યોજના કાર્યરત છે. જે ખેડૂતો માટે ફાયદાકારક છે. માટે સરકાર દ્વારા કાર્યરત યોજનાઓનો લાભ લેવો, ખાસ કરીને જિલ્લામાં કપાસ, જીરું, મગફળી, એરંડા, તલ, રાયડો, વરિયારી,મગ, નું ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. સાથે શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે.

અધિકારી દ્વારા પાકને થતા રોગને કેવી રીતે અટકાવવો તે માટે ની માહિતી પણ આપવામાં આવી હતી. સાથે ટપક સિંચાઈ થકી પાકનું ઉત્પાદન કરવું. જિલ્લામાં નર્મદાના પાણી નો લાભ ખેડૂતો ને સારો મળી રહ્યો છે. અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેમજ ખેતીવાડી ના અધિકારી, આત્મા પ્રોજેક્ટ ના અધિકારી, પશુ પાલન અધિકારી અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે પ્રગતિશીલ ખેડૂતો ને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રી દ્વાર શિલ્ડ, પ્રમાણપત્ર, તેમજ દસ હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા .અને પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા. સાથે કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ તજજ્ઞો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે કાર્યક્રમમાં કૃષિક્ષેત્રે માર્ગદર્શન મળે તેમજ સરકારી યોજના ના વિશેના વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. સાથે ખેડૂતો પોતાની જમીન સુધારણા યોજના થકી ખેડૂત પોતાની જમીનમાં કયું વાવેતર કરવું તે માટે ખેડૂતો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જ્યારે મંત્રી શ્રી કુંવરજીભાઇ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ની સરકાર ની નેમ છે અને ખેડૂતો ની આવક ડબલ થાય તે માટે સરકાર પણ રાજ્યમાં આવા મહોત્સવ થકી ખેડૂતોને કૃષિ માટે નું સાચું માર્ગદર્શન મળી રહે તે માટે નું છે. અને ખેડૂતો પોતાના ખેતરમાં સેન્દ્રીય ખાતર નો ઉપયોગ કરે જેવી માહિતી આપી હતી. ખેડૂતો ને પાક વીમો યોગ્ય સમયે મળે અને વધુ મળે તે માટે સરકાર વિચારણા કરી રહી છે.સાથે ખેતી ઉપર ખેડૂતોને ધિરાણ પણ ઝીરો ટકા એ મળી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories