/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vlcsnap-2019-10-24-14h43m21s809.png)
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોને ઓછો પાક વીમા ચૂકવવામાં આવતા ખેડૂતોએ કલેકટર કચેરીએ દોડી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું.
પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાંથી ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોએ પાક વીમો લીધો હતો. ત્યારે વર્ષ 2018-19 અછતગ્રસ્ત જાહેર થતા અન્ય ગામો ની તુલનાએ ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોને ઓછી માત્રામાં પાક વિમો મળ્યો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પણ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. આથી આ બાબતે 15 દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન ઉપર ઉતરી જવાની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.