સોની સબ પર અલાદ્દીન: નામ તો સૂના હોગામાં અલાદ્દીનના અસાધારણ અ‌વતારે દર્શકોને શો માં હમણાં સુધી અત્યંત રોમાંચક સફર કરાવી છે. હવે શોમાં અલાદ્દીનનું ભૂત રજૂ કરશે. તેનું મિશન શું છે, તે યોજના કઈ રીતે પાર પાડશે? આગામી એપિસોડમાં તે જાણવા મળશે.

આગામી એપિસોડમાં શયતાન ઝફર પોતાના પાપની કિંમત ચૂકવે છે કે કેમ? તે જોવા મળશે, પરંતુ ઝફર અલાદ્દીનનું ભૂત બગદાદમાંધૂણી રહ્યું છે તે સાંભળીને ભયભીત થાય છે. ઝફર તેના માણસોને વચન આપે છે કે અલાદ્દીનના ભૂતથી ટૂંક સમયમાં જ તેમને

છુટકારો અપાવશે જેને લીધે રસપ્રદ વળાંક આવશે.દરમિયાન અલીની જીનીઓ તેમની યોજનાઓ છૂપી રાખવાની રીત શોધી કાઢે છે અને ઝફર અને અલી પુત્ર મિનારમાં અલાદ્દીનનું ભૂત જુએ છે ત્યારે ઝફરને વિચિત્ર અવાજો સંભળાવાનું શરૂ થાય છે. અલાદ્દીનનું ભૂત આવે છે અને ઝફરને ધક્કે ચઢાવે છે અને જીનુ(રસૂલ ટંડન)ને આંચકો લાગે છે.ઝફરનું હવે શું થશે? શું આ તેનો અંત છે? વધુ જાણકારી માટે જોતા રહો સોની સબ.

અલાદ્દીન ઉર્ફે અલીની ભૂમિકા ભજવતો સિદ્ધાર્થ નિગમ કહે છે, અલાદ્દીન તેના દુશ્મન ઝફર સામે વેર વા‌ળવાની રોજ એક દિવસનજીક જઈ રહ્યો છે. વાર્તા આગળ વધે છે તેમ મારો રોમાંચ પણ દિવસે દિવસે વધી રહ્યો છે.ઝફરની ભૂમિકા ભજવતો આમિર દળવી કહે છે, ઝફરની ક્રૂર યોજનાઓમાં તે પોતે જ સપડાઈ જાય છે, પરંતુ તે છતાં તે હાર માનેએવો નથી. અલાદ્દીન ગમે તેવી ચાલ રમે તો પણ ઝફર તેની સામે હંમેશની જેમ મજબૂત પડકાર ઊભો કરશે.

જોતા રહો અલાદ્દીન: નામ તો સૂના હોગામાં આખરી પતન: દર સોમવારથી શુક્રવારે રાત્રે 9, ફક્ત સોની સબ પર.

LEAVE A REPLY