સો વર્ષ બાદ પહેલીવાર અખાત્રીજ પર નથી લગ્નનું મુર્હુત

New Update
સો વર્ષ બાદ પહેલીવાર અખાત્રીજ પર નથી લગ્નનું મુર્હુત

લગ્ન માટે વૈશાખ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાંય અક્ષય તૃતીયા પર મુર્હુત જોયા વિના જ લગ્ન લેવાય છે. કારણકે અક્ષય તૃતીયા લગ્નનું સર્વ શ્રેષ્ઠ મુર્હુત ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર લગ્ન કરનાર વરવધૂનું દાંપત્ય જીવન સુખમય રહે છે.

Advertisment

પરંતુ આ વખતે અક્ષય તૃતિયા પર લગ્ન માટે મુર્હુત જ નથી. 100 વર્ષ બાદ પહેલીવાર એવુ બન્યુ છે કે અક્ષય તૃતીયા પર લગ્નનું મુર્હુત ન હોય. એટલુ જ નહી 30 એપ્રિલ પછી આખા વૈશાખ મહિનામાં લગ્નનું મુર્હુત નથી. જ્યોતિષિઓના જણાવ્યા અનુસાર 29 એપ્રિલ બાદ લગ્નકારક ગ્રહો અસ્ત થવાના કારણે લગ્નના માંગલિક કાર્યો નહી થઇ શકે.