સૌરાષ્ટ્ર મિલ એસો.એ નાફેડને લખ્યો પત્ર, અન્ય ગોડાઉનમાંથી મગફળી આપવા કરી રજુઆત

New Update
સૌરાષ્ટ્ર મિલ એસો.એ નાફેડને લખ્યો પત્ર, અન્ય ગોડાઉનમાંથી મગફળી આપવા કરી રજુઆત

વેપારીઓ દ્વારા ખરીદેલી મગફળીનું પેમેન્ટ એડવાન્સ કરી દેવામાં આવ્યા હતું.

જેતપુરના પેઢ્લામાં થયેલા મગફળીકાંડને લઈને સોમા(સૌરાષ્ટ્ર મિલ એસોસીએશન) એ નાફેડને પત્ર લખ્યો છે. પેઢ્લાના ગોડાઉનમાં રાખેલી મગફળી વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી હતી. જયારે વેપારીઓ પોતે ખરીદેલી મગફળી લેવા આવ્યા ત્યારે તેને મગફળીમાં માટી અને ઘૂળ મળી આવતા મગફળી ઉપાડી ના હતી. વેપારીઓ દ્વારા ખરીદેલી મગફળીનું પેમેન્ટ એડવાન્સ કરી દેવામાં આવ્યા હતું.

હવે ગોડાઉનની મગફળીમાં કૌભાંડ થતા તેને સીલ કરી દેવામાં આવ્યું છે જેથી વેપારીઓ પોતાનો માલ નથી લઇ શકતા. સોમા દ્વારા નાફેડને પત્ર લખી રજુવાત કરી છેકે વેપારીઓને તેનો માલ અન્ય ગોડાઉન માંથી આપવામાં આવે. જે વેપારીઓએ પોતાના રૂપિયા એડવાન્સ આપી મગફળી ખરીદી કરી છે તેના સુધી સારી મગફળી જલ્દી પહોચે જેને લઈને અન્ય ગોડાઉન માંથી મગફળી આપવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે.