હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને રકમ ગુમ થવાનો નહીં રહે ડર, પ્રીપેઈડ સ્માર્ટ બેલ્ટનો અમલ થશે

૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એક વર્ષના
સમયગાળામાં કુલ ૨૯,૩૨,૨૨૦ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.આ પ્રવાસીઓની ટિકિટ
થી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કુલ ૭૫ કરોડ જેટલી માતબાર રકમની
આવક પ્રાપ્ત થઇ છે.એક સર્વે મુજબ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે વર્ષો જૂની અને દુનિયાની
અજાયબીમાં ગણાય છે.જ્યાં રોજના ૧૦ હજાર પ્રવાસીઓ એવરેજ નોંધાય છે.ત્યારે
પ્રવાસીઓની વધતી સંખ્યા જોતા આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ
લોકપ્રિયતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ જતું રહેશે.
સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ
માટે રોકડ રકમ ના રાખી મુક્ત રીતે ફરી શકે અને જયારે પણ ટિકિટ ખરીદે ત્યારે એક
ડીઝીટલ પ્રીપેડ સ્માર્ટ બેલ્ટ આપવામાં આવશે.જેમાં પ્રવાસીઓ ૧૦૦૦,૨૦૦૦,૫૦૦૦ રૂપિયાનું બેલેન્સ કરાવી
શકશે. જેની જેટલી જરૂરિયાત હશે જે તે સ્થળ પર ટિકિટ હોય કે ખાણી પીણીના સ્ટોલ પર આ
બેલ્ટ દ્વારા પેમેન્ટ લેવાશે તેના બેલેન્સ માંથી કટ થઇ જશે અને જો બધું ફરતા એ
સ્માર્ટ બેલ્ટમાં રકમ વધશે તો તે રકમ પ્રવાસીને પાછી આપવામાં આવશે.આમા રોકડ રકમ
ગુમ થવાનો ડર નહી રહે.