Connect Gujarat
ગુજરાત

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા(મોટી સુણેવ) ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે કરાયું લોકાર્પણ

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા(મોટી સુણેવ) ગ્રામ પંચાયતના નવા મકાનનું  સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે કરાયું લોકાર્પણ
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવક્લ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ જશુબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ગ્રામ પંચાયતના નવા મકાનને રિબીન કાપીને ખૂલ્લૂ મુકવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ - સૌના વિકાસને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીએ પ્રાથમિકતા આપી છે. તેમણે છેવાડાના નાગરિકોના પ્રશ્ર્નો માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી સુણેવકલ્લા ગામે તથા હાંસોટ - અંકલેશ્વર તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. તેમણે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક દ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં “ સંવેદના વન ” નિર્માણના કાર્યક્રમના ભાગરૂપે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા આગેવાન, મગનભાઈ વસાવા, અજીતભાઈ પટેલ, હિતેન્દ્ર સોલંકી, સુરેશભાઈ પટેલ, આજુબાજુના ગામના સરપંચ, આગેવાન-પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it