/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-24.jpg)
હાંસોટ તાલુકાનાં વમલેશ્વર અને કતપોર ગામની સીમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ફિશિંગ પોન્ડ બનાવીને ઝીંગા ઉછેરવામાં આવી રહ્યા હતા. જે અંગે ફરિયાદો ઉઠતા તંત્ર દ્વારા 23 જેટલા તળાવોને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાંસોટ તાલુકામાં ઝીંગા તળાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. વમલેશ્વર અને કતપોર ગામની સીમમાં આવેલ સરકારી જમીન પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર ફિશિંગ પોન્ડ બનાવવામાં આવ્યા હતા,જે અંગેની ફરિયાદ ઉઠતા તારીખ 9મી સપ્ટેમ્બર શનિવારનાં રોજ તળાવોને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને હાંસોટ પોલીસનો સ્ટાફે જેસીબી મશીનથી આ ગેરકાયદેસર તળાવો તોડી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ વમલેશ્વરમાં 16 અને કતપોરમાં 7 મળીને કુલ 23 જેટલા ઝીંગાનાં તળાવો તોડી પાડવામાં આવ્યા હતા.