/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/08105902/maxresdefault-98.jpg)
પંચમહાલ જિલ્લાના હાલોલમાં પાડોશી દ્વારા બાળકી સાથે શારિરીક અડપલા કરવાની વધુ એક ઘટના સામે આવી છે.આ મામલે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેશમાં મહિલાઓ ઉપર જાતીય હૂમલાઓની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ, ઉન્નાવ અને ગુજરાતના વડોદરા શહેરમાં બનેલ ગેંગરેપની ઘટનાઓ તેની સાક્ષી પુરે છે. ત્યારે પંચમહાલ જીલ્લાના હાલોલમાં પાંચ વર્ષની બાળા સાથે પાડોશી દ્વારા શારીરિક અડપલાંની ફરિયાદ પોલીસ ચોપડે ચઢી છે. પાંચ વર્ષની બાળકીને શારિરીક અડપલા કર્યાની જાણ પરિવારને થતા તેમને હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને પગલે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે અનિલ સિંગ નામના આરોપીને પકડી ફરિયાદની દિશામાં તપાસ હાથ ધરી છે.