/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/ganesh1-mos_091715094940.jpg)
ભારતમાં જયારે અંગ્રેજી હુકુમત હતી ત્યારે સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલકે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ તેમજ આદરભાવ જગાવવા અને દેશપ્રેમની ભાવના ઉજાગર કરવા માટે ગણેશોત્સવ ની શરૂઆત મહારાષ્ટ્ર થી કરી હતી, અને આ ઉત્સવ ને તેઓએ જનજાગૃતિ નું માધ્યમ બનાવીને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે આ પર્વને માત્ર મંદિર કે રાજ પરિવારો સુધી સિમિત ન રાખીને ઘર ઘર સુધી પહોંચાડયો છે.
અને હવે આ ઉત્સવ નું કદ ખુબજ વિશાળ થઈ ગયુ છે.અને લગભગ દેશના ખૂણે ખૂણે ગણેશોત્સવ ની ધર્મભીની ઉજવણી કરવામાં આવે છે.
શુભ કાર્યોની શરૂઆત ભગવાન ગણેશજીની આરાધના થી કરવામાં આવે છે.બાળ ગણેશ થી માંડી ને વિવિધ સુંદર મુદ્રાઓમાં ગણેશજીની પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવે છે અને ભક્તો દ્વારા શ્રીજી નું પૂજન અર્ચન કરીને દસ દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગણેશજીના ચાર્તુહસ્ત પાશ,અંકુશ,વરદ અને મોદક એટલે કે પાશ મોહરૂપી તમોગુણી છે,અંકુશ રજોગુણી અને વરદ મુદ્રા સતોગુણ નું પ્રતિક છે.જ્ઞાન અને બુદ્ધિ ના પ્રતિક શ્રી વિઘ્નહર્તા દેવ નું વાહન ઉંદર ને પણ સંકોટોની જાળ કાપવા વાળુ કહેવામાં આવ્યુ છે.વિઘ્નહર્તા દેવ ની ભક્તિ પૂજા થી મનુષ્ય જીવનને બાધાઓ,વિપદાઓ થી મુક્તિ મળે છે અને જીવન સુખ સમૃદ્ધિમય બનતુ હોવાની ભક્તોમાં માન્યતા છે.