Connect Gujarat
Featured

અમદાવાદ : આવતીકાલથી ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી આવશ્યક, જુઓ શું કહ્યું મીઠાઇના વેપારીઓએ..!

અમદાવાદ : આવતીકાલથી ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી આવશ્યક, જુઓ શું કહ્યું મીઠાઇના વેપારીઓએ..!
X

આવતીકાલથી દેશભરમાં દરેક જનતાને સ્પર્શ કરતા અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંનો એક નિયમ છે, ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી આવશ્યક કરવામાં આવી છે. બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ તેના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવાવું ખાદ્ય નિયામક FSSAIએ ફરજિયાત કર્યું છે.

વર્તમાન પરિસ્થિતીમાં દેશમાં કે, કોઈ પણ રાજ્યોમાં મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈ ખરીદતા ગ્રાહકને મીઠાઈ કેટલી જૂની છે અને તે ક્યારે ખરાબ થઇ જશે તેની કોઈ માહિતી નોહતી મળતી. પરંતુ પણ હવે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરી હવે ફરજિયાત મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી પડશે. જેથી મીઠાઈ ખરીદનાર ગ્રાહકોને ખ્યાલ આવશે કે, આ મીઠાઈ કેટલા સમયમાં ઉપયોગમાં લઇ શકાય. જોકે અમદાવાદ શહેરના મીઠાઈના વેપારીઓનો આ મામલે અલગ મત છે, મીઠાઈના વેપારીઓ કહ્યું હતું કે, આ કાયદો વ્યવહારુ નથી.

તો બીજી તરફ મીઠાઈના કેટલાક વેપારીઓ મીઠાઈ કેટલી જૂની છે, તેની માહિતી નોહતા આપતા અને મીઠાઇને ઉપયોગમાં પણ લેતા હતા. પરંતુ પણ હવે આ નિયમથી મીઠાઈના વેપારીઓ પણ સજાગ થશે તેમ છે. તો સાથે જ ગ્રાહકોને પણ ફાયદો થશે. જોકે વેપારીઓનું માનવું છે કે, રોજબરોજ તાજી મીઠાઈઓ બનતી હોવાથી દરરોજ એક્સપાયરી ડેટ લખવી શક્ય નથી. કેટલાક મોટા વેપારી લગભગ આમ કરી શકે પણ નાના વેપારીઓ પાસે ઇન્સ્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી આમ કરવું શક્ય નથી, ત્યારે સરકારે આ કાયદા અંગે ફેર વિચારણા કરવી જોઈએ જેથી લોકોને ધંધામાં પણ તકલીફ પડશે નહીં.

Next Story