Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા તાલુકાના આદિવાસી વિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત

ઝઘડીયા તાલુકાના આદિવાસી વિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત
X

ઝઘડીયા તાલુકામાં વિવિધ સમસ્યાઓ અને વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે જય આદિવાસી મહાસંઘના નેજા હેઠળ આદિવાસી સમાજના લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપી પડતર પ્રશ્નોના નિકાલ લાવવાની માંગ કરી છે.

પ્રાંત અધિકારીને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ઝઘડીયા તાલુકાના આદિવાસી વિસ્તારમાં મનરેગાની યોજના અંગેની માહિતીનો અભાવ જોવામાં આવે છે. જે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલીમનું આયોજન કરવામાં આવે. નેત્રંગ તાલુકામાં વન અધિકાર કાયદો ર૦૦૬ અંતર્ગત છ અધિકારની માંગણીઓ કરવામાં આવી છે, પરંતુ તેને મંજૂર કરવામાં આવ્યા નથી. કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયના પરિપત્રોનો તત્કાલીન ધોરણે આદિવાસી વિસ્તારોમાં અમલ કરવામાં આવે પેસા કાયદા મુજબ ગામેગામ ગ્રામસભા ફળિયા દીઠ થાય તેવી માંગ કરીછે. નેત્રંગ તાલુકાના ગામડાઓના વિવિધ રસ્તાઓ બનાવવામાં આવે તથા નેત્રંગ તાલુકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે તેને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આદિવાસી મહાસંઘના મનસુખભાઇ વસાવા, ગોરસિંગ વસાવા, મથુરભાઇ વસાવા, ગોરીયાભાઇ વસાવ, મીઠુબેન, સંજયભાઇ સહિતના આદિવાસી નેતાઓ અને મહિલાઓ સહિતના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Next Story