Connect Gujarat
ગુજરાત

સુરત : જુઓ, વેસુ વિસ્તારના સ્થાનિકોએ નકામા સામાનમાંથી કેવી બનાવી છે સેનેટાઈઝર ચેમ્બર..!

સુરત : જુઓ, વેસુ વિસ્તારના સ્થાનિકોએ નકામા સામાનમાંથી કેવી બનાવી છે સેનેટાઈઝર ચેમ્બર..!
X

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શિવ કાર્તિક એન્કલેવના કમિટી સભ્યોએ સાથે મળી સેનિટાઈઝર ચેમ્બર બનાવ્યું છે. આ ચેમ્બર બનાવવા માટે સોસાયટીમાં નકામા પડી રહેલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચેમ્બરમાં અવર જવર આધારિત ઓટોમેટિક સેન્સર પણ લગાડવામાં આવ્યું છે, જેથી તેમાં કોઈ વ્યક્તિ દાખલ થાય ત્યારે તેમનાં પર આપોઆપ સેનિટાઈઝરનો છંટકાવ શરૂ થઈ જાય છે. જેથી 1:1ના રેશિયોથી બનાવેલ પાણી સાથેના મિશ્રણવાળા સેનિટાઈઝરનો પ્રતિ 50 વ્યક્તિએ ફક્ત 1 લીટરનો જ વપરાશ થાય છે.

આ સેનિટાઈઝર ચેમ્બરની ખાસ વાત તો એ છે કે, આ બનાવવા માટેનો કુલ ખર્ચ ફક્ત રૂપિયા 2 હજાર જેટલો જ થયો છે. તો વળી માનવ શરીર પર કેમિકલ આધારિત સેનિટાઈઝરના છંટકાવને કારણે થતી આડઅસરોના પગલે તેમાં લીમડાંના પાન, તુલસી, કુવારપાઠું, કપૂર અને ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચેમ્બરના ઉપયોગથી કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે તેમ છે.

Next Story