Connect Gujarat
ગુજરાત

હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ, ટિકિટ લેવા તાપમાં લાંબી કતારો થી મુશ્કેલી વધી 

હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ, ટિકિટ લેવા તાપમાં લાંબી કતારો થી મુશ્કેલી વધી 
X

સરદાર વલ્લભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા ટિકિટબારી સામે શેડ ઉભો કરવા માંગ

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોળીના પર્વની રાજાઓમાં પણ પ્રવાસીઓની ભીડ જામી છે. અને પ્રવાસીઓ હોળી ધુળેટી નર્મદા ડેમ અને સ્ટેચ્યુ પર વિતાવવા ટેન્ટ સીટી સહીત નર્મદા નિહાર, રેવાભાવન, સર્કિટહાઉસ તમામ 60 થી 70 ટકા ફૂલ થઇ ગયા છે. આ પર્વને ધામધૂમથી મનાવવા પ્રવાસીઓ આવી એકાંત વાળી જગ્યાએ પોતાના ગ્રુપ સાથે આવે છે. ત્યારે ગત 17 મીના રોજ 14530 ટુરિસ્ટ નોંધાયા, 18 મીના રોજ પણ 12800 પ્રવાસીઓ નોંધાયા ત્યારે હોળી ધુળેટીના પણ 30 હજારથી વધુ પ્રવાસીઓ અહીંયા આવશે. એ માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

પરંતુ હવે ઉનાળામાં તાપ અને ગરમી શરૂ થઇ જતા સવારથી ટિકિટ લેવા પ્રવાસીઓની લાંબી કતારો લાગે છે. આ કતારો તાપમાં પ્રવાસીઓ ઉભા રહે છે. એક શેડ તંત્ર બધી શક્યું નથી માત્ર એક લીલું કાપડ બાંધી મૂક્યું છે. જેનાથી આગળના બે ત્રણ લોકોને છાંયડો મળે પણ પાછળ ના લોકોનું શુ અને પ્રવાસીઓની તો લાંબી કતારો લગાતી હોય છે. જેથી પ્રવાસીઓ ને માંગ છે કે ટિકિટ કાઉન્ટર સામે શેડ લગાવવા માં આવે બેઠક વ્યવસ્થા પણ ગોઠવાઈ કે જેથી અહીંયા આવનારા પ્રવાસીઓ ટિકિટ માટે લાંબી લાઈન હોય તો તેમને તકલીફના પડે છાંયડો લાગે જેવી માંગ કરી રહ્યા છે.

Next Story