Connect Gujarat
લાઇફસ્ટાઇલ

1.61 કરોડ ફોલોઅર્સ સાથે દીપીકા ટ્વિટર પર નંબર વન એશિયન મહિલા

1.61 કરોડ ફોલોઅર્સ સાથે દીપીકા ટ્વિટર પર નંબર વન એશિયન મહિલા
X

દીપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા વચ્ચે નંબર વન રહેવાની જાણે સ્પર્ધા જામી છે. ત્યારે સોશિયલ મીડિયા પર દીપિકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી હતી.

દીપીકા પાદુકોણ ટ્વિટર પર એશિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર મહિલા બની છે. હાલમાં ટ્વિટર પર દીપીકાના 1.61 કરોડ ફોલોઅર્સ છે.

દીપીકાએ એશિયન સેલેબ્રિટી એગ્નેઝને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. ટ્વિટર પર એગ્નેઝના 1.58 કરોડ ફોલોઅર્સ છે. જોકે, દીપીકા આટલા વ્યસ્ત શિડ્યુલ છતાં નિયમિત રીતે ટ્વિટર પર પોતાના ચાહકો સાથે ચેટિંગ સેશન કરે છે.

તે સાથે જ દીપીકાના ફોલોઅર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ બીજી અભિનેત્રીઓની સરખામણીએ વધારે છે.

Next Story