Connect Gujarat
Featured

2nd T-20: ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય, વિરાટ સેનાએ શ્રેણી જીતી

2nd T-20: ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય, વિરાટ સેનાએ શ્રેણી જીતી
X

ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ભારતે 194 રનનો ટાર્ગેટ ચેઝ કરીને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી.

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિડનીમાં રમાયેલ T-20 મેચમાં 6 વિકેટથી પરાજય આપીને 3 મેચોની સીરિઝ પર કબજો મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવીને ભારતને 195 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, જવાબમાં ભારતે 19.4 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 195 રન કરી શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ ચોથા બોલે સિક્સ ફટકારીને મેચ જીતાડી. હાર્દિકએ પંડ્યાએ મેચમાં ધુઆંધાર 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 44 રન ફટકારી ભારતને જીત અપાવી

Next Story