રાજયના આ શહેરમાં ATMમાંથી નીકળી 100ના બદલે 500 રૂપિયાની નોટો

New Update
રાજયના આ શહેરમાં ATMમાંથી નીકળી 100ના બદલે 500 રૂપિયાની નોટો

વડોદરા શહેરમાં આજે અજીબોગરીબ ઘટના બની હતી. વડસર બ્રિજ પાસે યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત ICICI બેંકના એટીએમમાં નાણા ઉપાડવા ગયેલાં ગ્રાહકોને જાણે લોટરી લાગી હોય તેમ 100 રૂપિયાના બદલે 500 રૂપિયાની નોટો નીકળવા લાગી હતી. ડબલ નાણા નીકળતાં હોવાની જાણ થતાં એટીએમની બહાર લોકોની કતાર લાગી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને એ.ટી.એમ. બંધ કરાવી દીધું હતું. એ. ટી. એમ. માં નાણાં લોડ કરતા કરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, ICICI બેંકના એ.ટી.એમ.માંથી જેટલા નાણાં ઉપાડવાના હોય તેનાથી ડબલ નીકળી રહ્યા હોવાની જાણ થતાં અમો સ્થળ પર પહોંચી ગયા હતા. અને તપાસ કરતા માત્ર રૂપિયા 100ના બદલામાં રૂપિયા 500 નીકળી રહ્યા હતા. એ.ટી.એમ.માં સર્જાયેલી ટેકનીકલ ખામીના કારણે રૂપિયા 100ના બદલે રૂપિયા 500 નીકળી રહ્યા હતા. એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે અને રૂપિયા 100ના બદલે રૂપિયા 500 કેટલાં ગ્રાહકો લઇ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે.