Connect Gujarat
સમાચાર

રાજ્યમાં આજે 890 નવા કેસ નોધાયા, 594 લોકોએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે 890 નવા કેસ નોધાયા, 594  લોકોએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 890 નવા કેસ નોંધાયા હતા જ્યારે 594 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717 એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 890 સુરત કોર્પોરેશનમાં 240, અમદાવાદ કોર્પોરેશનમાં 205, રાજકોટ કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશન 76, ભરૂચ 31, ખેડા 23, સુરત 22, વડોદરા 17, રાજકોટ 16, દાહોદ 15, આણંદ 14, નર્મદા 14, પંચમહાલ 14, જામનગર કોર્પોરેશન 11 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20,69,918 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,15,842 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,07,323 લોકોને રસી આપવામાં આવી છે.

Next Story