Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 954 નવા કેસ નોધાયા, 1197 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 954 નવા કેસ નોધાયા, 1197 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે કોવિડ-19ના 954 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 6 દર્દીના મોત થયા છે. જ્યારે 1197 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 થયો છે. રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 954 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154, વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 6 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Next Story